દર્શકો આતુરતાથી રાહ જોઈ રહેલ KGF CHAPTER 2 નું ટીઝર આ સમયે થશે રિલીઝ

KGF માં રોકીભાઇનો દમદાર રોલ કર્યા બાદ તેના બીજા ચેપ્ટરમાં કન્નડ સુપરસ્ટાર યશ ફરીથી ધમાલ મચાવશે, જેની ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે ફિલ્મનાં ડિરેક્ટર એવા પ્રશાંત નિલે આ ફિલ્મનાં ટીઝરની રિલીઝ અંગે માહિતી આપી છે.

પ્રશાંત નિલે કરેલી ટ્વિટ અનુસાર ફિલ્મ 8મી તારીખે સવારે 10:18 એ રિલીઝ થશે. બોલિવુડ એક્ટર સંજય દત્ત આ ફિલ્મમાં ‘અધિરા’નો રોલ કરી રહ્યો છે, જેની ખાસ રાહ જોવાઇ રહી છે. ફિલ્મના પોસ્ટરમાં સંજય દત્તે મેટલની તલવાર પકડેલી છે.

સંજય દત્તની સાથે જોવા મળશે આ ખાસ એક્ટર્સ
આ ફિલ્મમાં સંજય દત્ત ઉપરાંત રવિના ટંડન, યશ, પ્રકાશ રાજ અને શ્રીનિધિ શેટ્ટી લીડ રોલમાં જોવા મળશે. મહત્વનું છે કે, ફિલ્મનાં પહેલાં ભાગને ભવ્ય સફળતા મળી હતી અને સાથે જ ક્રિટિક્સ દ્વારા પણ ઘણું વખણાયું હતું.

ત્યારબાદ ફિલ્મ નિર્માતાઓએ તેના બીજા પાર્ટની તૈયારી શરુ કરી દીધી હતી. હવે એક પછી એક પોસ્ટર પછી બોલિવૂડ એક્ટર સંજય દત્તે પણ ફિલ્મમાં પોતાનો ફર્સ્ટ લૂક રીલિઝ કર્યો છે.

પ્રશાંત નિલની આજની ટ્વીટ
આ ઉપરાંત, ફિલ્મ ડિરેક્ટર પ્રશાંત નિલે બીજી ટ્વિટ કરી હતી, જેમાં ઓલ્ડ ન્યૂઝપેપર ફોર્મેટમાં અધીરા વિશેનો આર્ટિકલ છપાયો છે, જે ચાર અલગ-અલગ ભાષામાં જોવા મળી રહ્યો છે. Twitter સહિત Instagram પર KGF નો ટ્રેન્ડ છવાયેલો છે અને ફેન ક્લબ દ્વારા પણ ઘણું પ્રમોશન કરવામાં આવી રહ્યું છે.