રુવાડા ઉભા કરી નાખે તેવો અકસ્માત,પાટણ માં ટ્રેલરે બાઇક ને અડફેટે લેતા મોત

ગુજરાત ના પાટણ ખાતે નવજીવન ચાર રસ્તા પાસે એક ભયાનક અકસ્માત ની ઘટના બની છે જેમાં બાઇક ચાલક ની મોત થઈ છે.બાઇક ચાલકે ભાગવાની કોશિશ પણ કરી પરંતુ ટક્કર થી બચી શકાયું ન હતું.આ અકસ્માત માં ટ્રેલરે બાઇક ચાલક ને અડફેટે લઈ લીધું હતું.

એક ટ્રેલર બેકાબુ થતા ડોવાઈડર તોડીને બાઇક ચાલક પર ધસી આવ્યું હતું અને બાઇક ચાલક એ બચવા માટે કોશિશ કરી પરંતુ બચી શક્યો ન હતો.5 તારીખ ની રાતે અકસ્માત માં ગંભીર રીતે ઘાયલ થયેલ બાઇક ચાલક નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ઘટના એવી છે કે પાંચ તારોખ રાત્રિના રોજ પાટણના નવજીવન ચાર રસ્તા પાસે અકસ્માતની ઘટના ઘટી હતી. આ અકસ્માતમાં એક લાંબા ટ્રેલરના ચાલકે કાબૂ ગુમાવી અને ચાર રસ્તે ડિવાઇડર પાસે ઉભેલા બાઇક ચાલકને અડફેટે લીધો હતો.

ટ્રેલરને આવતું જોઈને બાઇક ચાલકે બાઇક મૂકી ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ ફૂલ સ્પીડે ધસી આવેલું ટ્રેલર ટકરાઈ ગયું હતું. અકસ્માતની આ ઘટનામાં બાઇક ચાલકના પગમાં ગંભીર ઇજાઓ પહોંચતા ગઈકાલે રાત્રે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ અકસ્માત માં ઘાયલ થયેલ બાઇક ચાલક નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

જોકે, ટ્રેલર ક્યાંથી આવતું હતું અને આ અકસ્માત કેવી રીતે સર્જાયો? ટ્રેલરની બ્રેક ફેલ હતી કે ચાલક દારૂ પીધેલી અવસ્થામાં હતો વગેરે જેવા અનેક પ્રશ્નો આ વીડિયો બાદ સર્જાયા છે જેનો જવાબ પોલીસ તપાસમાં જ મળી શકશે.