જાણો કયા દિવસ થી ગુજરાત માં પડશે વરસાદ? હવામાન વિભાગે કરી આગાહી

આગામી 15 ઓગસ્ટ બાદ ગુજરાત અને મહારાષ્ટ્ર માં મધ્યમ થી હળવા વરસાદ ની આગાહી કેન્દ્રીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.ગુજરાત રાજ્ય હવામાન વિભાગે 15 ઓગસ્ટ સુધી ગુજરાતના ભારે વરસાદની શક્યતાને નકારી છે.

કેન્દ્રીય હવામાન વિભાગે આવનાર બે દિવસ મહારાષ્ટ્ર અને ગુજરાત માં વરસાદ ની શક્યતાઓ ઓછી હોવાનું જણાવ્યું છે.સ્કાઇમેટ વેધર રિપોર્ટ મુજબ આવનાર 24 કલાકમાં બિહારના કેટલા જિલ્લામાં અને ઝારખંડ, ઓડિશાના કેટલાક ભાગોમાં તેમજ પૂર્વ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશના પશ્ચિમ ભાગમા પંજાબ, હરિયાણાના કેટલા વિસ્તારમાં મધ્યમ વરસાદ પડી શકે છે આટલું જ નહીં, કેન્દ્રિય હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

ગુજરાત રાજ્ય હવામાન વિભાગે 15 ઓગસ્ટ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને નકારી છે. જો કે આજે વહેલી સવારથી છોટાઉદેપુરનાં 3 તાલુકાઓમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં થોડા દિવસથી વરસાદે લાંબો વિરામ લેતા ગરમીનું પ્રમાણ વધ્યું છે.

આજે વહેલી સવારથી બોડેલી, પાવીજેતપુર, છોટાઉદેપુર, ઢોકલીયા અને અલીપુરામાં વરસાદ મન મૂકીને વરસ્યો. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી 4 દિવસમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહશે. અમદાવાદ, દાહોદ, મહીસાગર, પંચમહાલ, ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ, સુરત, ભરૂચ, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દિવ સહિતના જિલ્લામાં સામાન્ય વરસાદ થવાની શકયતા છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ ઓગસ્ટના બીજા સપ્તાહ એટલે કે 15 ઓગસ્ટ બાદ રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે.