વરસાદ ને લઈને આવ્યા મોટા સમાચાર,જાણો ગુજરાત માં કઈ તારીખ સુધીમાં પવન સાથે પડશે વરસાદ

ગુજરાતમાં ઓછા વરસાદને લઈ હાલમાં ડેમની સપાટીઓમાં કોઈ વધારો થયો નથી. જેના કારણે હાલ તો ડેમના તળીયા પણ દેખાઈ રહ્યા છે, અને જો વરસાદ ખેંચાય તો પીવાના પાણીની પણ સમસ્યા સર્જાઈ શકે તેમ છે. ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર મળી રહ્યા છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની કોઈ જ આશા ન હોવાનું જાણવા મળી રહ્યું છે. હજુ પણ ગુજરાતીઓએ સારા વરસાદની રાહ જોવી પડશે. ગુજરાતમાં 41% વરસાદની ઘટ છે.

ત્યારે 15 ઓગસ્ટ સુધી સારા વરસાદની કોઈ જ આશા ન હોવાનું હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે જે ખેડૂત માટે માઠા સમાચાર ગણી શકાય તેમ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 5 દિવસ ભારે વરસાદની આશા નથી

રાજ્યમાં વરસાદી માહોલનું વાતાવરણ તો બને છે, પરંતુ વરસાદ વરસતો નથી. સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં હજુ સીઝનના વરસાદની 30 ટકાની ઘટ છે. તેમાં સૌથી વધુ માંગરોળમાં 16 ઈંચ અને ઓછા ભેંસાણમાં 7 ઈંચ વરસાદ વરસ્યો છે. ગત વર્ષે આવા સમયે જિલ્લામાં સાર્વત્રિક 60 ટકા વરસાદ નોંધાયો હતો.

વરસાદ ખેંચાતા રાજકોટમાં પાણીનું સંકટ ઉભુ થયુ છે. આજી ડેમમાં 15 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો છે. પ્રથમ વરસાદ પૂર્વે જે રીતે સરકાર પાસે સૌની યોજનાના પાણીની માગણી કરવામાં આવી હતી તે રીતે ફરી 15 ઓગષ્ટ બાદ નવેસરથી પાણી માગવાની સ્થિતિ ઉભી થઇ શકે તેમ છે.

જૂનાગઢ જિલ્લામાં ઓણસાલ હજુ 30 ટકા વરસાદની ઘટ છે, ગતવર્ષે આવા સમયે જિલ્લામાં સાર્વત્રિક 60 ટકા વરસાદ વરસી ગયો હતો, પરંતુ હજુ અત્યારે જિલ્લામાં માંડ 33.91 ટકા વરસાદ પડયો હોવાનું નોધાયું છે, જેમાં સૌથી વધુ માંગરોળમાં 16 ઈંચ અને સૌથી ઓછો ભેસાણમાં 07 ઈંચ જ વરસાદ વરસતા મોલાતને નુકશાન થવાની ભીતિ છે.

એકતરફ્ હાલ સમગ્ર જિલ્લામાં ધાબડીયું વાતાવરણ છવાયેલું રહે છે, અને હળવા વરસાદના ઝાપટા વરસી રહ્યા છે, ભારે પવન ફૂંકાય છે, અને સૂર્યના કિરણો જોઈએ તેટલા પાક ઉપર પડતા નથી જેને કારણે હાલ મગફ્ળી અને કપાસમાં રોગ ઉદભવ્યો છે, જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં માત્ર 33.91 ટકા વરસાદ વરસવાથી અનેક વિસ્તારોમાં પાકને નુકશાન થવાની ભીતિ છે.

જિલ્લામાં સૌથી વધુ જ્યાં વરસાદ પડયો છે, તેવા માંગરોળમાં 384 મીમી અને 44.14 ટકા વરસાદ વરસ્યો છે, જયારે સૌથી ઓછો વરસાદ ભેસાણમાં માત્ર 7 ઈંચ એટલે 173 મીમી વરસાદને લઈને સમગ્ર પંથકમાં ચિંતાનું મોજું છે. આવા સમયે સારા વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે.

સારા વરસાદની આશાએ જિલ્લાના ખેડૂતોએ હોંશે હોંશે વાવેતર કર્યું હતું. પરંતુ અષાઢ મહિનો પૂર્ણ થવા આવ્યો છતાં જિલ્લામાં માત્ર 25 ટકા જ વરસાદ નોંધાતા જગતનો તાત ચિંતિત બન્યો છે. જિલ્લામાં સૌથી ઓછો લાખણી અને થરાદ પંથકમાં માત્ર 7થી 10 ટકા જ વરસાદ વરસ્યો છે. ત્યારે અંહિયાના ખેડૂતોની માગ છે કે ફરી સિંચાઈ માટે પાણી છોડવામાં આવે.