રાજસ્થાન થી ગુજરાત આવી રહેલી બસ પલટી જતા મોટો અકસ્માત સર્જાયો,ઘટના સ્થળે જ એક નું મૃત્યુ તેમજ 7 ઘાયલ

રાજસ્થાન ના જયપુર થી ગુજરાત ના અમદાવાદ આવી રહેલી એક પ્રાઇવેટ બસ ને મોટો અકસ્માત નડ્યો હતો જેમાં એક વ્યક્તિ નું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું તેમજ 7 લોકો ઘાયલ થયા હતા.ગુજરાત રાજસ્થાન ની બોર્ડર નજીક જયપુર થી અમદાવાદ આવી રહેલ એક લકઝરી પલટી મારી ગઈ હતી.

ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર બસ પલટી મારી જતા 1 વ્યક્તિ નું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું તેમજ 7 લોકો ઘાયલ થયા હતા.ઘાયલ થયેલા લોકો ને આબુરોડ ની હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આબુરોડ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પર નો કાબુ ગુમાવતા અકસ્માત થયા હોવાનું અનુમાન લગાવવા માં આવી રહ્યું છે.