આવનારા 48 કલાકમાં ગુજરાત માં વરસાદ બાબતે જાણો કેવી રહી શકે છે સ્થિતિ,વાતાવરણ માં આવી શકે છે પલટો

ગુજરાતમાં 24 સપ્ટેમ્બર સુધીમાં પંચમહાલ, મહિસાગર, ભરૂચ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભાવનગર, સુરત, વડોદરા નર્મદા, નવસારી અને તાપી એમ 16 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.

ભારતના હવામાન ખાતાની હાલની આગાહીના આધારે IMDએ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનની આગાહી જોતાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ સાથે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વીજળી પાડવાની પણ સંભાવના છે.

હવામાન વિભાગના અનુસાર વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં તો મેઘરાજા મન મૂકીને વરસશે. તો સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે . હવામાન વિભાગ અનુસાર બુધવાર અને ગુરૂવારના મેઘરાજા ખમૈયા કરે તેવી શક્યતા છે. પણ 2 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પણ વરસી શકે છે.

હવામાન વિભાગે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. વરસાદની શક્યતાને જોતો હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે થી અતિભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશને કારણે રાજ્યમાં વરસાદ ફરી વરસાદનું જોર વધી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે તો રાજ્યમાં સારા વરસાદને કારણે હવે પાણીનો પ્રશ્ન હળવો બન્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધી આ સીઝનમાં 76.44 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં વરસ્યો છે વરસાદ. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 88.35 ટકા વરસી ચૂક્યો છે વરસાદ. સતત મેઘમહેર થતાં રાજ્યમાં વરસાદની ઘટમાં થઈ રહ્યો છે ઘટાડો. હાલ ફક્ત 17 ટકા જ વરસાદની ઘટ છે. રાજ્યના 53 ડેમ છલોછલ ભરાઈ ચૂક્યા છે. જેમાના 49 ડેમ તો ફક્ત સૌરાષ્ટ્રના જ છે. હાલ રાજ્યના 79 ડેમ હાઈ એલર્ટ પર છે તો 12 ડેમ એલર્ટ પર છે.